રામરાજ્યના મંત્રીઓના લક્ષણોઃ શું આજે આ શક્ય છે?

Political view  from Ramayana policy value

Jul 14, 2024 - 15:37
 0  33
રામરાજ્યના મંત્રીઓના લક્ષણોઃ શું આજે આ શક્ય છે?

રામરાજ્યના મંત્રીઓના લક્ષણોઃ શું આજે આ શક્ય છે?

Political view  from Ramayana policy value

Political view  from Ramayana policy value

ShriRam  | Ram Rajya  | political view  from Ramayana | nation management | ramayana value

political view  from Ramayana

આપણે ત્યાં રામરાજ્યની વ્યાખ્યા અનેક લોકોએ અનેક રીતે કરી છે. વર્ષોથી ચર્ચા ચાલે છે. પણ મુખ્ય આધાર તો જે તે ગ્રંથ જ હોઈ શકે. આજે વાલ્મીકીય રામાયણ માંથી રામ રાજ્યના મંત્રીઓના કેવા લક્ષણો બતાવ્યા છે તેન અહીં ચર્ચા લખવી છે. મંત્રીઓ પછી રાજાઓના લક્ષણો પણ બતાવ્યા છે પરંતુ અહીં પહેલા મંત્રીઓના લક્ષણોની વાત કરવી છે. કારણ કે એ સમય હતો કે રાજા કરતા રાજ્યનો વિકાસ એ મંત્રીઓની દીર્ઘદૃષ્ટિ પર આધારિત હતો. તો જાણીએ એ સમયનું અયોધ્યા અને દશરથ રાજા અને એનું રાજ્ય વિકસિત શા માટે હતા તેના મંત્રીઓ અને તેના લક્ષણો અને તેની કાર્ય કરવાની પદ્ધતિ વિશે જાણીએ...

 

રામરાજ્ય લાવવું હોય તો પ્રથમ આ લક્ષણો પણ હોવા જોઈએ.

 

વાલ્મીકીય રામાયણમાં બાલકાંડના સાતમા સર્ગમાં રજાના મંત્રીઓના ગુણ અને નીતિનું વર્ણન લખવામાં આવ્યું છે. અહીં દર્શાવ્યા છે એવા ગુણો શું આજના રાજકારણીઓમાં જોવા મળવા શક્ય છે? પહેલા લક્ષણો વાંચો અને પછી નક્કી કરો...

દશરથ રાજાના મુખ્ય આઠ મંત્રીઓ હતા જેના નામ આ પ્રકારે છે...

ધૃષ્ટિ, જયંત, વિજય, સુરાષ્ટ્ર, રાષ્ટ્રવર્ધન, અકોપ, ધર્મપાલ અને આઠમા સુમન્ત્ર જે અર્થશાસ્ત્રના પણ જ્ઞાતા હતા. (વા.રા.સ.7 શ્લો. 3)

આમના નામ આપી અને જણાવવામાં આવ્યું છે કે મંત્રીઓના લક્ષણો કેવા હોવા જોઈએ...

 

પોતાના કે શત્રુપક્ષના રાજાઓની કોઈ વાત તેનાથી અજાણી ન હોવી જોઈએ.

 

રાજાની આંખો અને ચહેરાના હાવભાવથી તેના નિર્ણયો લેવાઈ જતા હોવા જોઈએ.

 

તેઓ અવસર આવતા પોતાના પુત્રને પણ યોગ્ય દંડ કરવા માટે ખચકાતા હોવા જોઈએ નહીં.

 

કોષ સંચય (ધન-સંપત્તિ સંગ્રહ)માં અને ચતુરંગીણી સેનાની ભરતીમાં સદાતત્પર રહેતા હતા.

 

શત્રુ પણ જો અપરાધ ન કરે તો એની હિંસા કરતા ન હતા.

 

તે બધામાં હંમેશા શૌર્ય અને ઉત્સાહ ભરપૂર હતો. તેઓ રાજનીતિ અનુસાર કાર્ય કરતા હતા તથા પોતાના રાજ્માં રહેનારા સત્પુરુષોની સદા રક્ષા કરતા હતા.

 

નીતિરૂપી નેત્રોથી જોતા રહીને સદા સભાન રહેતા હતા.

 

તેઓ  બધી વાતોમાં બુદ્ધિ દ્વારા સારી રીતે વિચાર કરીને જ કોઈ નિર્ણય લેતા હતા.

 

એમનામાં રાજકીય મંત્રણાને ગુપ્ત રાખવાની પૂરી ખૂબી હતી. તેઓ સૂક્ષ્મ વિષયો પર વિચાર કરવામાં કુશળ હતા. નીતિશાસ્ત્રના તેઓ વિશેષ જાણકાર હતા તથા તેઓ સદા પ્રિય બોલનારા હતા.

 

 

તેઓ રાજા પ્રત્યે અનુરક્ત, કાર્યકુશળ અને શક્તિશાળી હતા.

જોયું? અયોધ્યાની એ સમયે બોલબાલા અમસ્તી ન હતી? રાજા દશરથ આવા મંત્રીઓના કારણે સુશાસન ચલાવી રહ્યા હતા. આવા રાજકારણીઓ નીતિવાન હોય અને તંત્ર આટલું દૂરંદેશી અને સ્પષ્ટ હોય તો જ રામરાજ્ય લાવી શકાય.

Political view  from Ramayana policy value


અમારી સાથે જોડાવા માટે.... 

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow